મોરબી : ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ માર્કેટિંગ યાર્ડની સામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગાર અને ભવ્ય દીપમાળાનું સાંજે 7 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું.
ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ જીઆઇડીસી તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્યથી પ્રખ્યાત ભાવિક ગજ્જરના મધુર સંગીતના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં મંદિરના મહંત પ્રવિનગીરી મહારાજ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આ મહાઆરતીમાં ભાજપ મહિલા મોરચા જિલ્લાના પ્રમુખ ભાવનાબેન કૈલા ભૂમિબેન પંડ્યા તેમજ ભાજપ શહેર ઉપાધ્યક્ષ આરતીબા રાણા, શહેર મહિલા મોરચાના પ્રમુખ અલ્પાબેન કક્કડ, મહામંત્રી જયશ્રીબેન વાઘેલા, કારોબારી સભ્ય યોગીતાબેન ઝાલા, સરલાબેન રાચ્છ દ્વારા આરતી ઉતારવામાં આવી હતી. આ મહાઆરતીનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધો હતો.



