તમામ તાલુકા અને શહેરના પ્રમુખની નિમણૂકને લઈ નિરીક્ષકો આવશે
મોરબી : તારીખ 7 અને 8 ઓગસ્ટના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવશે. જેમાં મોરબી જિલ્લાના તમા તાલુકા અને શહેરના પ્રમુખોની નિમણૂક માટે નિરીક્ષકો વિવિધ તાલુકા અને શહેરની મુલાકાત લેશે.
તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો નક્કી કરવા પ્રદેશ કક્ષાએથી કચ્છના પૂર્વ ધારાસભ્ય બચુભાઈ અરેઠીયા અને દ્વારકાથી યાસીનભાઈ ગજન નિરીક્ષક તરીકે આવી રહ્યા છે. ત્યારે આ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત 7 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે માળિયાના ટેલિફોન એક્સચેન્જ પાછળ, ત્યારબાદ બપોરે 3 કલાકે હળવદ સર્કિટ હાઉસ ખાતે, 8 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે, બપોરે 2 કલાકે ટંકારા સર્કિટ હાઉસ ખાતે અને સાંજે 5 કલાકે વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે નિરીક્ષકો મળશે. તો આ પ્રસંગે તાલુકાના તમામ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા/તાલુકા/નગરપાલિકાના સદસ્યો, પૂર્વ સદસ્યો, ઉમેદવારો, તાલુકા/શહેરમાં આવતા પ્રદેશ-જિલ્લા-તાલુકા ફ્રન્ટલ-સેલ-ડીપાર્ટમેન્ટના હોદ્દેદારો, વિધાનસભાના પૂર્વ ઉમેદવારો, જિલ્લા/તાલુકા/નગરપાલિકાના વિપક્ષ નેતા/પૂર્વ વિપક્ષ નેતા, પૂર્વ પ્રમુખ સહિત તાલુકા/શહેર સંગઠનના આગેવાનોને રૂબરૂ મળીને વન-ટુ-વન અને સામૂહિક રજૂઆત સાંભળશે. તો આ તકે સૌને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ જણાવ્યું છે.
