મોરબી:- મોરબીમાં જેમ જેમ સાતમ આઠમનો તહેવાર નજીક આવી રહ્યો છે તેમ પતા પ્રેમીઓમાં ઉત્સાહ પણ વધી રહ્યો છે. પણ આ અતિરેક ઉત્સાહમાં મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ને જાંબુડીયા ગામે અલગ અલગ ત્રણ દરોડા પાડી 11 પત્તા પ્રેમીઓને રોકડા રૂપિયા 31,370 સાથે પકડી પાડ્યા છે.
પ્રથમ દરોડો:– મોરબી તાલુકા પોલીસે લક્ષ્મીનગર ગામે પ્રથમ દરોડો પાડયો હતો, જેમાં આરોપી મુના નાનજી ડાભી,સુનિલ બાબુ રાણેવાડીયા,સંજય બાબુ રાણેવાડીયા, અને પ્રતાપ નથુ સાલાણીને રોકડા રૂપિયા 11,200 સાથે તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી હતી,
બીજો દરોડો.:- મોરબી તાલુકા પોલીસે બીજો દરોડો જાંબુડીયા ગામે સલાટવાસમાં પાડ્યો હતો આ દરોડામાં મહેબૂબ ઓસમાણ સુમરા, જગદીશ રમેશ બોડા, અને આરોપી વિનોદ હીરા જોલાપરાને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા, જેમાં તેમની પાસેથી રોકડા રૂપિયા 10,100 કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી,
ત્રીજો દરોડો.:– જ્યારે મોરબી તાલુકા પોલીસ દ્વારા ત્રીજા દરોડામાં સલાટવાસમાં જ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રાહુલ લાભુ ઉડેચા, નિલેશ જેઠા મુંધવા, સિકંદર વલીમામદ સંઘવાણી, અને આરોપી હરખા શામજી સાલાણીને રોકડા રૂપિયા 10,070 સાથે તીનપત્તિનો જુગાર રમતા ઝડપી પાડી આગળની કાર્યવાહી કરી હતી,