મોરબી : દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે મોરબીમાં ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ માટે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લની યાદીમાં જણાવાયું છે કે, મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ઉપક્રમે અને જ્ઞાતિ શુક્લજી શાસ્ત્રી વિપુલભાઈ પી. શુક્લના આચાર્ય પદે શ્રાવણ સુદ પુનમ ને શનિવારે તારીખ 9 ઓગસ્ટ એટલે કે રક્ષાબંધનના દિવસે સવારે 8-30 કલાકે શ્રી મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ, બાલમંદિર સામે, વાંકાનેર દરવાજા બહાર, મોરબી ખાતે નૂતન યજ્ઞોપવિત ધારણ વિધિનું આયોજન કર્યું છે. આ શ્રાવણી પર્વ એટલે ભૂદેવોની દિવાળી કહેવાય છે માટે મોરબીના સમસ્ત બ્રાહ્મણનોને જનોઈ બદલાવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે.