Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી માટે કેમ્પ યોજાશે

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી માટે કેમ્પ યોજાશે

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) નું અમલીકરણ કરવામાં આવેલ છે. જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગકોડના ધારા -ધોરણ મુજબ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય -બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ કરી શકાશે. જે માટે પ્રતિ આવાસ દીઠ કેન્દ્ર સરકાર દ્વારા રકમ રૂ.૧,૫૦,૦૦૦/- અને રાજ્ય સરકાર દ્વારા રકમ રૂ.૨,૫૦,૦૦૦/- એમ કુલ મળીને રકમ રૂ.૪,૦૦,૦૦૦/- ની સહાય ૪(ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે જે અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારના નાગરિકો કે જેઓ પોતાની માલિકીનું કાચું, અર્ધ કાચું, જર્જરિત કે ખુલ્લો પ્લોટ ધરાવે છે અને તેઓની કૌટુંબિક વાર્ષિક આવક રકમ રૂ.૩.૦૦(ત્ર ણ) લાખ સુધીની છે અને ભારત ભરમાં અગાઉ આવાસની યોજનાના કોઈપણ ઘટકમાં લાભ લીધેલ નથી તેવા લાભાર્થીઓ પોતાની માલિકીનું પાકું નવું મકાન બાંધકામ કરવા ઈચ્છે છે તેઓને ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા કેમ્પ(મેળા)નું આયોજ ન કરવામાં આવે છે. જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અન્વયેના બેનીફીશયરી લેડ કન્સ્ટ્રકશન ઘટકના કેમ્પ (મેળા) નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક કેમ્પ તારીખ ૭ ઓગસ્ટ ૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ થી સાંજના ૫:૩૦ સુધી મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર -૯ કચેરી શનાળા પોસ્ટ ઓફિસની બાજુમાં મોરબી ખાતે રાખેલ છે તથા અન્ય કેમ્પ તારીખ ૦૮ ઓગસ્ટ ૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૫:૩૦ સુધી મોરબી મહાનગરપાલિકા ક્લસ્ટર -૧૧ કચેરી લીલીપર પ્રાથમિક શાળાની બાજુમાં લીલાપર મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments