મોરબી : માળીયા મિયાણા ગામે કાકાના દીકરાએ યુવતીને ભગાડી જઈ પ્રેમ લગ્ન કર્યા હોય જેનો ખાર રાખી યુવતીના પિતાએ યુવાન ઉપર ફાયરિંગ કરતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
માળીયા મિયાણા સરકારી હોસ્પિટલ પાસે રહેતા કોન્ટ્રાકટર સલીમભાઈ દિલાવરભાઈ જેડાએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તા.4ના રોજ સાંજના સમયે આરોપી વલીમામદ નૂરમામદ મોવરે હુસેનશા પીરની દરગાહ પાસે સ્વીફટ કારમાં આવી તેમના પર ફાયરિંગ કર્યું હતું. વધુમાં સલીમભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના કાકાના દીકરા સિકંદર રસુલ જેડાએ આરોપીની દીકરી સાથે આઠ મહિના પૂર્વે પ્રેમલગ્ન કર્યા હોય તે બાબતનો ખાર રાખી આરોપીએ પોતાના પર ફાયરિંગ કર્યું હતું.બનાવ અંગે માળીયા પોલીસે આર્મ્સ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.