મોરબી : ૨ વર્ષનું બાળક ને લઇ ને તેમના માતા પિતા ઓપીડી માં બતાવવા માટે આવેલ જ્યાં બાળક ના માતા પિતા દ્વારા જણાવવા માં આવ્યું કે બાળક ને જમણા પડખામાં દુઃખાવો હતો. ત્યારબાદ યુરો સર્જન ડૉ કેયુર પટેલ દ્વારા રિપોર્ટ કરતા જણાયું કે બાળકની જમણી બાજુ ની કીડની ની નળી બ્લોક છે. જે બાળક ને જન્મજાત હતું.
જેના કારણ એ બાળક ને જમણી બાજુ ની કીડની નો પેશાબ નતો ઉતરતો બાળક ની કીડની પર સોજો આવી ગયો અને બાળક ને સતત દુઃખાવો થયા કરતો હતો. આ કંડીશન માં ડૉ કેયુર પટેલ કે જેઓ યુરોસર્જન તરીકે આયુષ હોસ્પિટલ માં ફરજ બજાવે છે તેઓ દ્વારા ઓપરેશન નો નિર્ણય લેવામાં આવ્યો જેમાં બ્લોક ભાગ નીકળી અને ત્યાં જોઈન્ટ કરી અને ચેનલ શરુ કરવાની થાય જેને (PAILOPLASTY)\કહેવામાં આવે છે. દાખલ ના ૩ દિવસ ની અંદર બાળક ને સારવાર આપી ને હેમખેમ હસતા રજા આપી છે.
