મોરબી : મોરબીમાં આજે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન બાતમીના આધારે ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા બોલેરો પીકપ ગાડીમાં અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક બાંધી કતલખાને લઈ જતા અટકાવવામાં આવ્યા હતા.
મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ સમાજનો પવિત્ર મહિનો એટલે કે શ્રાવણ માસમાં કચ્છ બાજુથી એક બોલેરો પીકપ ગાડીમાં ભેસોને ભરીને કતલખાને લઈ જતા હોવાની બાતમી મળતા મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વોચ ગોઠવી હતી. તે દરમ્યાન કચ્છ બાજુથી ગાડી જેના નંબર GJ.12.6427 બોલેરો પીકપ ગાડીની આવતા તેઓને માળિયા હાઇવે માળિયા ફાટકની બાજુમાં રોકીને તેમાં તપાસ કરતા જીવોને ક્રૂરતાપૂર્વક ટૂંકા દોરડાથી હલી ચલીના શકે એવી રીતે બાંધેલા હતા. ડ્રાઈવરની પુછપરછ કરતાં પરમિટ ન હોવાનું જણાયું હતું અને આ જીવોને કચ્છમાંથી ભરેલા હોય અને કતલ કરવા માટે અમદાવાદ બાજુ લઈ જવામાં આવતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે જીવોને મોરબી ગૌરક્ષક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને પોલીસના સંયોગથી જીવોને બચાવી લેવામાં આવ્યા હતા.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન લઈ જઈને કાયદેસરની કાર્યવાહી કરીને આ જીવોને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હી ગૌરક્ષક દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં મોરબી તાલુકા પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફનો ખૂબ સહયોગ મળ્યો હતો.
