મોરબી : વિર સરહદના સંત્રીઓ સાથે કુડા બોર્ડર પર તારીખ ૦૮/૦૮/૨૦૨૫ શુક્રવાર ના રક્ષાબંધન ત્યોહાર ઉજવણી. રાપર તાલુકાનાં લોદ્રાણી – કુડા બી.એસ.એફ. ૮૪ બટાલિયન સાથે જીરો પોઇન્ટ વિઝિટ, અંદાજીત ૩૦૦ થી વધુ ભાઈ – બહેનો સામાજીક, સંગઠાત્મક સાથી, ધારાસભ્યો, જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્યો, પદાધિકારીઓ સહ ભોજન સાથે ભાવાત્મક ઉજવણી કરવામાં આવશે
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન ને ભાઇ – બહેનના સબંધ ને સૌથી સુંદર, પવિત્ર અને ભાવનાત્મક પ્રતિક માનવમાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કચ્છના સાંસદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઇ ચાવડા સંગઠાત્મક સાથીઓ, મિત્રો, સ્વજનો સાથે રાપર તાલુકાનાં કુડા બી.એસ.એફ પોસ્ટ ઉપર બી.એસ.એફ. જવાનો ની સાથે રક્ષા બંધન ત્યોહાર ની ઉજવણી કરશે.
સાંસદ વિનોદભાઇએ જણાવ્યુ હતું કે, ભારત તહેવારો નો દેશ છે. ભાઇ – બહેન ના અમર પ્રેમના પ્રતિક રક્ષાબંધન ના બહેનો ભાઇના કલાઈ પર રાખડી બાંધી ને આશિષ આપે છે. ભાઇ બહેનની રક્ષા અને સુખ દુખમાં સહભાગી બનવાનું વચન આપે છે. ત્યારે આપણા લોક લાડીલા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા તથા પથ દર્શનથી હું પણ મારા સાથી ભાઇ – બહેનો સાથે છેલ્લા દશ વર્ષથી વતન થી દુર બીહામણા રણ પ્રદેશ, દરિયા કિનારા અને જંગલોમાં બોર્ડર ઉપર આપણી અને આપણા માં ભોમની રક્ષા કરતાં વિર જવાનો સાથે પારિવારિક ભાવના થી જોડાઇ રક્ષા બંધન ત્યોહાર ની ઉજવણી કરીએ છીયે રક્ષા બંધન ના આગલા દિવસે તારીખ ૦૮/૦૮/૨૦૨૫ ને શુક્રવારે લોદ્રાણી BSF પોષ્ટ કુડા ૮૪ બટાલીયન તથા “૦” પોઇન્ટ ઉપર ફરજ બજાવતા વિર જવાનો સાથે રક્ષાબંધન ત્યોહાર અને સહ ભોજન નું આયોજન કરેલ છે. આ ઉત્સવમાં માન. ધારાસભ્યશ્રીઓ, જીલ્લા તાલુકા પંચાયત ના પદાધિકારીઓ, આસ પાસના ગ્રામજનો સાથી મિત્રો, સંગઠાત્મક સાથી મિત્રો કુડા પોષ્ટ અને ફોરવર્ડ બી.ઓ.પી. સાથે મનોરંજન અને સંગીત કાર્યક્રમ પણ આયોજીત કરવામાં આવેલ છે.
