મોરબી : સંસ્કૃત બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સહયોગથી સંસ્કૃત ભારતી મોરબી અને સાર્થક વિદ્યામંદિર મોરબીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત સપ્તાહ અને સંસ્કૃત દિવસ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા નીકળી હતી.
સંસ્કૃત ગૌરવ યાત્રામાં ડેપ્યુટી ડીડીઓ ભટ્ટ સાહેબ, જીલ્લા શિક્ષણ અધિકારી મોતા સાહેબ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના દીપાબેન, સંસ્કૃત ભારતીમાંથી મયુરભાઈ શુક્લ, પાયલબેન ભટ્ટ, સંસ્કૃતના કાર્યકર્તાઓ અને સંસ્કૃત અનુરાગીઓ તેમજ સાર્થક વિદ્યામંદિરની વ્યવસ્થાપન ટીમ અને ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા
ધ્યેય મંત્ર તજજ્ઞોનુંમાં સંસ્કૃતમાં વક્તવ્ય મહાનુભવોનું સંસ્કૃતના મહત્વ અંગે વક્તવ્ય પ્રદર્શની, સંસ્કૃતનો પ્રચાર -પ્રસાર માટે ટેબ્લો, વિવિધ વેશભૂષા સાથે બાળકો, સંસ્કૃત રાસ ગરબા ,ભરત નાટયમ ,સંસ્કૃત ગીતો અને નાટકની પ્રસ્તુતિ સંસ્કૃત નારા સાથેની વિશાળ યાત્રા કાર્યક્રમ સંચાલન વિવેકભાઈ શુક્લ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિરના તેમજ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓની જહેમત ઉઠાવી હતી





