મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુગારના બે અલગ અલગ દરોડામાં શ્યામ રેસિડેન્સીમાં એપાર્ટમેન્ટમાં ધમધમતું જુગારધામ ઝડપી લઈ ગાયત્રીનગરમાં શેરી વચ્ચે જુગાર રમી રહેલ સાત મહિલાઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર ગાયત્રીનગર શેરી નંબર 2 અને 3 વચ્ચે સાંજના સમયે જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી ઈલાબેન ભરતભાઇ વ્યાસ, નિપાબેન તુષારભાઇ ગોહેલ, તેજલબેન બેચરભાઇ રાઠોડ, શ્વેતાબેન ત્રીલોકભાઇ વ્યાસ, શિલતબા પદુભા ગોહીલ, ખુશીબેન અર્જુનભાઇ ચૌહાણ અને ગીતાબેન ઘનશ્યામભાઇ ગોહેલને રોકડા રૂપિયા 2300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
જ્યારે બીજા દરોડામાં પોલીસે મોરબીની શ્યામ રેસિડેન્સીમાં તુલસીવૃંદ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 702મા જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે દરોડો પાડતા ફ્લેટમાં જુગાર રમી રહેલા આરોપી દિનેશભાઇ વેલજીભાઇ ઓગણજા, કેતનભાઇ ગંગારામભાઇ સવસાણી, જયભાઇ કેતનભાઇ સવસાણી, યશભાઇ રાજેશભાઇ ઘોડાસરા, હિમાંશુંભાઇ મનસુખભાઇ ઓગણજા, જયશ્રીબેન દિનેશભાઇ ઓગણજા, મોનીકાબેન યશભાઇ ઘોડાસરા અને આરજુબેન હિમાંશુંભાઇ ઓગણજા રોકડા રૂપિયા 5160 સાથે તીનપતિ રમતા ઝડપાઇ ગયા હતા.