મોરબી : આજરોજ મોરબી મહાનગરપાલિકા ખાતે મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સાથે ૬૬ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં મોરબી મહાનગરપાલિકામાં સમાવેશ કરેલ નાની વાવડી તેમજ માધાપર-વજેપર વિસ્તારના વરસાદી પાણી ભરાવા,સ્ટ્રીટલાઈટો, ઉભરાતી ગટરો અને રોડ-રસ્તાને લગતી સમસ્યાઓને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
