મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામની સીમમાં આવેલ લેમીટ પેપરમિલમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સુનિલ લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા ઉ.38 નામના યુવાનને ગત તા.4ના રોજ રાત્રીના સમયે પેટમાં દુખાવો ઉપડતા પ્રથમ સમર્પણ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.