જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે અનિલભાઈ મહેતા, મહામંત્રી તરીકે મહેન્દ્રસિંહ ઝાલા તેમજ અધ્યક્ષ તરીકે એ.કે. પટેલની નિમણુંક
મોરબી : આજે 7 ઓગસ્ટ 2025ના રોજ મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળની સામાન્ય સભા ઓમ શાંતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, મોરબી ખાતે યોજાઈ હતી, જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી.
આ સભામાં થયેલી વરણી મુજબ, ડો. અનિલભાઈ મહેતા પ્રમુખ તરીકે, મહેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી તરીકે, એ.કે. પટેલ અધ્યક્ષ તરીકે, અને સુમંતભાઈ રોકડ નાયબ અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. આ ઉપરાંત, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કન્વીનર તરીકે મનોજભાઈ પનારાની વરણી કરવામાં આવી છે.
આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે હુસેનભાઇ શેરસીયા, ધીરુભાઈ પિત્રોડા, અને દિપકભાઈ મહેતા તેમજ મંત્રી તરીકે મનસુરઅલી અણદાણી, ઇન્દ્રીશભાઈ બાદી તેમજ બીપીનભાઈ ભટ્ટની વરણી કરાઈ છે. પ્રદેશ ડેલિકેટ અને સલાહકાર તરીકે ટી. ડી. પટેલ અને યુ.એ. કડીવાર, તેમજ કારોબારી સભ્યોમાં મિલનભાઈ પૈડા, મહેશભાઈ સાદરીયા, હરપાલસિંહ જાડેજા, ચંદુભાઈ હળવદિયા, નરેશભાઈ સાણજા અને વિનુભાઈ રૂપારેલીયાનો સમાવેશ થાય છે.
વાંકાનેર તાલુકા કન્વીનર તરીકે પરેશભાઈ મઢવી, ટંકારા તાલુકા કન્વીનર તરીકે સંજયભાઈ ભીખાભાઈ ભાગિયા, મોરબી તાલુકા કન્વીનર તરીકે લાલજીભાઈ ભાડજા તેમજ લીગલ સેલ અને મહિલાના જિલ્લા કન્વીનર તરીકે શોભનાબેન ભરતભાઈ પરેચાની વરણી કરાઈ છે.
આ બેઠકમાં રાજ્ય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ દિનેશભાઈ ભુવા, સૌરાષ્ટ્ર ઝોનના ચેરમેન એન. ડી. જાડેજા, પૂર્વ બોર્ડ મેમ્બર પ્રિયવદન કોરાટ, રાજ્ય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ ટી.ડી. પટેલ, રાજકોટ શહેર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શૈલેષભાઈ વોરા, રાજ્ય શાળા સંચાલક મંડળના મંત્રી અશોકભાઈ રામ, જૂનાગઢ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ નરસિંહભાઈ માંડવીયા, જૂનાગઢ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ઓધવજીભાઈ બોરસાણીયા, અને બાવનજીભાઈ પટોડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


