મોરબી : મોરબી મહાનગરપાલિકાના હદ વિસ્તાર રવાપર વિસ્તારમાં વિવિધ પ્રશ્નોને લઈને આજે એક મહત્વપૂર્ણ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું . દરમિયાન આજ રોજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની સાથે રવાપર ભાજપની ટીમ દ્વારા રવાપર વિસ્તારના નાના મોટા પ્રાથમિક સુવિધાને લગતા પ્રશ્નોની મોરબી મહાનગરપાલિકાના અધિકારી કમિશનર સ્વપ્નિલ ખરેને રજુઆત કરી જલ્દી નિરાકરણ આવે તેવી અપેક્ષા સાથે રજુઆત કરી હતી.

