રક્તદાન કેમ્પમાં 76 બ્લડ બોટલ એકત્ર થઈ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે યોજાયેલા રક્તદાન કેમ્પમાં ગ્રામજનોમાં ખૂબ જ સારો ઉત્સાહ જવા મળ્યો હતો. જેતપરડા ગામના ઈતિહાસમાં પ્રથમ વખત જેતપરડા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો, વડીલો અને યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી ગામની એકતા અને સેવાકીય ભાવના બની રહે એક યુનિટ લોહી, ત્રણ જીવ બચાવી શકે છે. જેતપરડા ગામે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં ગ્રામજનોએ સારો ઉત્સાહ દેખાડ્યો હતો અને 76 જેટલી રક્તની બોટલ એકત્ર કરવામાં આવી હતી. રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને પ્રોત્સાહક ભેટ આપીને બિરદાવવામાં આવ્યા હતા.


