તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલ તથા સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી સ્પર્ધામાં ભાગ લીધેલ સ્પર્ધકોએ હાજર રહેવા અનુરોધ
મોરબી : ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલીત જિલ્લાકક્ષા કલા મહાકુંભ 2025-26 તા. 24/8/2025ના રોજ સવારે 8 કલાકે નવયુગ સંકુલ, મુ. વિરપર, તા. ટંકારા, જિ. મોરબી ખાતે યોજાનાર છે.
જિલ્લાકક્ષા કલા મહાકુંભમાં તાલુકાકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકોએ તથા સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી સ્પર્ધા (1) કાવ્ય લેખન (2) ગઝલ શાયરી લેખન (3) લોકવાર્તા (4) દુહા-છંદ-ચોપાઈ (5) સર્જનાત્મક કારીગરી (6) સ્કુલબેન્ડ (7) ઓરગન (8) કથ્થક (9) શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની)માં રજીસ્ટ્રેશન કરાવેલ સ્પર્ધકોએ દર્શાવેલ તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવાનું રહેશે તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.