મોરબી : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની અને પનારા પરિવારના પરમ પૂજ્ય દિવગંત દેવસીભાઈ વેલજીભાઈ પનારાની 38મી પુણ્યતિથિ નિમિતે પનારા પરિવારે પણ તેમના આ દાદાની લોકોના કલ્યાણ માટે કરેલી સેવાભાવનાને અખંડ રાખવા માટે આજે વિવિધ સેવાપ્રવૃત્તિઓ કરીને તેમને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમા દેવસીભાઈ વેલજીભાઈ પનારાની 38મી પુણ્યતિથિ નિમિતે આજે પનારા પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કપડાં, શિક્ષણ માટે પુસ્તક, બેગ સહિતની જરૂરિયાત વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ગૌમાતાને ઘાસચારો ખવડાવમાં આવ્યો હતો અને જરૂરિયાતમંદો માટે વિવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા હતા. યુવા ઉધોગપતિ જગદીશભાઈ પનારા તેમના દાદા દેવસીભાઈ પનારાને રોલ મોડેલ માની તેમના સેવાકાર્યો અને આદર્શ જીવન જીવવાના સંસ્કારો તેમના જીવન ઉતર્યા હોય એમ દાદાના નકશેકદમ પર ચાલીને તેમના લોક કલ્યાણના કાર્યો કરીને દાદાની બીજાના સુખી કરી પોતે સુખી રહેવાની ભાવનાને દિપાવે છે. તેમજ અમરશીભાઈ દેવસીભાઈ પનારા, દેવેન્દ્રભાઈ અમરશીભાઈ પનારા, જગદીશભાઈ પનારા, રાધેભાઈ પનારા, યક્ષ પનારા સહિતના પનારા પરિવાર દ્વારા આજે સેવાકાર્યો કરીને તેમના દાદાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી.



