મોરબી : મોરબી જિલ્લાના NTEP (National Tuberculosis Elimination Program)ના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા અધિકારી પિયુષભાઈ જોશીના પુત્ર જયમિન પિયુષ જોશીએ પોતાનો 8મો જન્મદિવસ એક ઉમદા અને અનોખી પદ્ધતિથી ઉજવ્યો હતો. જેમાં જૈમિનએ પોતાનો જન્મદિવસ બાળવાટિકા – મહારાણી શ્રી નંદકુવરબા આશ્રયગૃહ, રૈનબસેરા, મોરબી ખાતે રહેતા બાળકો સાથે ઉજવીને ખુશી વહેંચી હતી અને બાળકો સાથે કેક કાપીને તેમના મોઢા મીઠા કરાવી તેમની સાથે જન્મદિન મનાવતા બાળકો ખૂબ જ આનંદિત થયા હતા.
જન્મદિન નિમિત્તે સમાજસેવાના ઊંડા ભાવ સાથે, જૈમિન એ પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન માં ભાગીદાર થવા માટે એક ટીબી દર્દીને પોષણ કીટ આપી ટી.બી. હોસ્પિટલ ખાતે પિતા તરીકે પિયુષભાઈ જોશી દ્વારા તેમના પુત્રને નાની ઉંમરે જ માનવસેવા અને સમાજપ્રતિ પુર્ણ જવાબદારીની ભાવના આપવાનો પ્રયાસ અભિનંદનીય છે. આવા સાદગીભર્યા, પરંતુ હ્રદયસ્પર્શી ઉપક્રમ સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવે છે કે ખુશી જ્યારે વહેંચી શકાય, ત્યારે તેનો આનંદ વધુ ગણી થાય છે.


