મોરબી : રક્ષાબંધનના પાવન પર્વ પર બહેન પોતાના ભાઈને રાખડી બાંધી ભગવાન પાસે ભાઈની રક્ષા અર્થે પ્રાર્થના કરે છે. આવા પાવન પર્વ પર બ્રહ્મા કુમારીઝ મોરબીની બ્રહ્મા કુમારી બહેનો દ્વારા મોરબીની સબજેલના તમામ કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી. ઉપરાંત જેલના અધિક્ષક બી.બી પરમાર તથા અન્ય પોલીસ અધિકારીઓને પણ બી.કે. આયુષી દીદી, કુમારી હરસિદ્ધિએ રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.





