હાલ રાજ્યભરમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં વિવિધ પ્રકારના કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. મોરબી જિલ્લાની વિવિધ સરકારી અને ખાનગી શાળાઓએ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને આ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ રહી છે.
જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો જાહેર માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશભક્તિના નારા તથા તિરંગા સાથે રેલી યોજી લોકોને તિરંગાના તને માન પ્રત્યે જાગૃત કરી રહ્યા છે અને લોકોમાં દેશભક્તિનો માહોલ બનાવી રહ્યા છે.

