મોરબી જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓમાં દેશ ભક્તિની થીમ સાથે રાખી મેકિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધાઓ યોજાઈ હતી.
દેશના લોકોમાં દેશભક્તિના માહોલને વધુ ઉત્પ્રેરિત કરવા તથા આપણા તિરંગા પ્રત્ય એક વિશેષ જોડાણ ની લાગણી ઉત્પન્ન થાય તેવા હેતુથી સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહેલ વિવિધ આયોજનના ભાગરૂપે મોરબી જિલ્લામાં પણ જિલ્લાની વિવિધ શાળાઓમાં દેશભક્તિની થીમને કેન્દ્રમાં રાખી રાખડી બનાવવાની સ્પર્ધા, આર્ટ એન્ડ ક્રાફ્ટ તેમજ રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.
આ સ્પર્ધાઓમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. જેમાં સ્પર્ધામાં વિજેતા બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

