11 ઑગસ્ટના રોજ બપોરે 3:30 કલાકે શોક યાત્રાનું આયોજન: યાત્રામાં જોડાનારે સફેદ વસ્ત્રો પહેરવા અનુરોધ કરાયો
મોરબી : મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મચ્છુ જળ હોનારતના દિવગંતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે શોક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોક યાત્રા 11 ઑગસ્ટ, સોમવારના રોજ બપોરે 3:30 કલાકે મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેઈન ઓફિસ, ગાંધી ચોક ખાતેથી પ્રારંભ થશે. યાત્રા ગાંધી ચોકથી શાક માર્કેટ સર્કલ, શક્તિ ચોક થઈને સ્મૃતિ સ્તંભ (મણિમંદિરનું પટાંગણ) ખાતે સમાપ્ત થશે.
આ મૌન રેલીમાં મોરબીના નાગરિકો, સામાજિક આગેવાનો, કલેક્ટર, સાંસદ સભ્યો અને ધારાસભ્યો જોડાશે. યાત્રા દરમિયાન મૌન પાળવામાં આવશે અને દુર્ઘટનામાં જાન ગુમાવનાર આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે. તેમજ ભાગ લેનાર સૌને સફેદ વસ્ત્રો ધારણ કરીને યાત્રામાં હાજર રહેવા જણાવાયુ છે, જે શાંતિ અને એકતાનું પ્રતીક છે. મોરબી મહાપાલિકાના નાયબ કમિશનર (વહીવટ) દ્વારા શહેરના તમામ નાગરિકોને આ શોક યાત્રામાં જોડાઈને સંવેદના વ્યક્ત કરવા અને એકતા દર્શાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.