વાંકાનેર : વાંકાનેર તાલુકાનાં હિન્દુ સમાજ માટે કાયમી લડાઈ કરતાં આવે છે. તેવાં વાંકાનેરનાં વીરલાની રક્ષા માટે તીથવા ગામનાં માલધારી સમાજનાં દીકરી પાંચીબેન ભરવાડ વર્ષોથી રાખડી બાંધવાની પંરપરા આજ પણ જાળવી રાખી છે. આપણે સૌ જાણીએ છીએ કે, આજનો અવસર, ભાઈ-બહેનના પવિત્ર સ્નેહ અને વિશ્વાસના ભાવને વધુ પ્રગાઢ કરવાનો તહેવાર છે.
રક્ષાસૂત્રએ માત્ર એક દોરો નથી. એમાં વણાયેલો છે સ્નેહ, સમર્પણ અને સુરક્ષાનો ભાવ, એ ભાઈ-બહેનના નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે.
ત્યારે તીથવા ગામનાં પાંચીબેન ભરવાડે જેમને વર્ષોથી ભાઈ માને છે તે વાંકાનેર હિન્દુ હૃદય સમ્રાટ અને લોક પ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. વાંકાનેરની વારંવાર વહારે ચડે અને રક્ષા કાજે ભગવાન પ્રભુ એની રક્ષા કરે અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી.

