મોરબી : હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે સમગ્ર મોરબી જિલ્લાના લોકોને બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પૂરું પાડતા યુવા શક્તિ ગ્રુપ ના મહિલા સભ્યો દ્રારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી
જેમાં રક્ષકોની રક્ષાના સૂત્ર સાથે યુવા શક્તિ ફાઉન્ડેશન ગ્રુપના મહિલા સભ્યો દ્વારા મોરબી જિલ્લાના સલામતી તેમજ કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા ખડેપગે રહેતા એવા મોરબીના એકમાત્ર ફાયરબ્રિગેડ સ્ટેશન, સરદાર નગર, મોરબી ખાતે મુલાકાત લેવામાં આવી હતી તેમજ ત્યાં ફરજ પરના જવાનોને યુવા શક્તિ ફાઉન્ડેશન ગ્રુપની બહેનો દ્વારા રાખડી બાંધીને તેમનું અભિવાદન કરવામાં આવ્યુ હતું.




