હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે મોરબીના શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરે આવતીકાલે સોમવારના રોજ સોમનાથ મહાદેવ મંદિરએ મહાકાલનો શૃંગાર કરવામાં આવશે અને બર્ફીલા બાબાના સવારથી દર્શન ખુલ્લા મૂકવામાં આવશે. ગુજરાત હાઉસિંગ બોર્ડ છોટાલાલ પેટ્રોલ પમ્પ શનાળા રોડ મોરબી ખાતે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગાર અને પ્રખ્યાત રોની મેક સ્ટારબ્રાન્ડના મધુર સંગીત ના સથવારે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહા આરતી નું આયોજન કરવા માં આવેલ છે. અને રાત્રે ધુન ભજનનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પ્રમુખ હિરેનભાઈ પરબતભાઇ કરોતરાએ મોરબીની જનતાને ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

