વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે જુના ઢુંવા ગામની સીમમાં આવેલ હોટેલ રામદેવ પાસે ભંગારના ડેલા પાછળ જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી પ્રતાપસિંહ ગંભીરસિંહ જાડેજા રહે.હાલ જુના ઢુવા, રવિભાઈ વિરમભાઈ માલકીયા રહે.જુના ઢુવા, રાહુલભાઈ બાબુભાઈ ચૌહાણ રહે.હાલ નવા ઢુવા, મુકેશભાઈ કાળુભાઈ ખીંટ રહે.નવા ઢુવા, અજયભાઈ ખોડાભાઈ દેગામાં રહે.નવા ઢુવા, પ્રતીકસિંહ જનકસિંહ ઝાલા રહે.નવા વઘાસીયા, નાસીરભાઈ હુસેનભાઈ શાહમદાર રહે.રાણેકપર, ઈમ્તીયાજભાઈ હુસેનભાઈ શાહમદાર રહે.રાણેકપર, સલમાનભાઈ યુસુફભાઈ કાજી રહે.જુના ઢુવા અને ભાવેશભાઈ મનસુખભાઈ નિમાવત રહે.રાણેકપર વાળાઓ રોકડા રૂપિયા 97,240 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.