વાંકાનેર શહેર પોલીસે ગઈકાલે અલગ અલગ ત્રણ દરોડા પાડી તીનપતિ તેમજ ચકલા પોપટનો જુગાર રમી રહેલા 14 આરોપીઓને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં પોલીસે નવાપરા વિસ્તારમાં ખડીપરા નજીક જુગાર રમી રહેલા આરોપી સુખદેવભાઈ સીદીભાઈ ચારોલીયા, અજયભાઈ બચુભાઇ ભોજયા અને આરોપી રોહિતભાઈ ભુપતભાઇ આધરોજીયાને રોકડા રૂપિયા 2360 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.જ્યારે બીજા દરોડામાં આરોગ્યનગરમાં જાહેરમાં ચકલા પોપટના ચિત્રો ઉપર જુગાર રમી રહેલા આરોપી કાનજીભાઈ ઉર્ફે કાનો ભવાનભાઈ ફાંગલિયા અને આરોપી ધર્મેશ ઉર્ફે ધમો જગદીશભાઈ સરવૈયાને રોકડા રૂપિયા 2740 સાથે ઝડપી લીધા હતા.
ઉપરાંત ત્રીજા દરોડામાં સીટી પોલીસે મચ્છુ નદીના પુલ પાસે દેવીપૂજક વાસમા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી દિપકભાઇ કનુભાઇ કડીવાર, જયપાલભાઇ ઉર્ફે જેકી ભીખુભાઇ કડીવાર, સુનીલભાઇ ભીખુભાઇ કડીવાર, વીરૂભાઇ ખેગારભાઇ કડીવાર, અમીતભાઇ વીજુભાઇ કડીવાર, અમરભાઇ ખેગારભાઇ કડીવાર, શંકરભાઇ રમેશભાઇ સોલંકી, મોહનભાઇ અવચરભાઇ લોરીયા અને કલ્યાણભાઇ નવનીતભાઇ કુઢીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 70,500 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી