મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં તેમજ વીસીપરા વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસે અલગ અલગ ચાર દરોડામાં ચાર મહિલા સહિત 19 આરોપીઓને જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં ત્રાજપર વિસ્તારમાં ભરવાડ સમાજની વાડી પાસે જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી મેહુલ મુકેશભાઈ વરાણીયા અને દિવ્યેશ દિનેશભાઇ દેગામાને પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2110 કબ્જે કર્યા હતા. બીજા દરોડામાં વીસીપરા ચાર ગોદામ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી હેમુભાઈ બાબુભાઇ ગણેશિયા, મગનલાલ રઘુરામભાઈ શુક્લ અને આરોપી ધરમશીભાઈ અમરસીભાઈ ડુંગરાને રોકડા રૂપિયા 4240 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ધ ફર્ન હોટલ પાસે જનકપુરી સોસાયટીમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી નિતાઇ હરીપ્રસાદ ઉપાધ્યાય, શશીકાંત રમેશભાઇ પાંડે, આશુતોષ અશોકભાઇ ઉપાધ્યાય, પ્રવિનકુમાર ગણેશશંકર શુક્લા, બલરાજ રોસનલાલ યાદવ, રજનીશ રાજકરણ ત્રીવેદી, શનીભાઇ મનસુખભાઇ નારણીયા અને વિજયભાઇ રમેશભાઇ નારણીયાને રોકડા રૂપિયા 12,500 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા.
ચોથા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી રાકેશભાઇ લાલજીભાઇ પાટડીયા, અક્ષયભાઇ અશોકભાઇ વરાણીયા, શારદાબેન જેશીંગભાઇ, લતાબેન સંજયભાઇ સાબરીયા, રૂપાબેન રમેશભાઇ વરાણીયા અને શારદાબેન કાંતીલાલ ભાડલીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.