હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઈશ્વરનગર ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી બળવંતસિંહ દીપસિંહ ચૌહાણ રહે.હળવદ, હિરજીભાઈ લક્ષ્મણભાઇ સરાવાડિયા રહે.ઈશ્વરનગર, અશોકભાઈ નાનજીભાઈ વઢરકિયા રહે.હળવદ, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ રહે.જુના ધનાળા, પરસોત્તમભાઈ શંકરલાલ હડિયલ રહે.હળવદ અને જયંતીભાઈ ઠાકરશીભાઇ તારબુંદીયા રહે.હળવદ વાળાને જાહેરમાં તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1,26,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.