મોરબી : મોરબીની બાજુમાં આવેલા બગથળા ગામમાં દર વર્ષે જન્માષ્ટમીની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બગથળા ગામમાં ભવ્ય શોભાયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
આ ઉજવણી દરમ્યાન આખા ગામને શણગારવામાં આવે છે. ઘરે ઘરે આસોપાલવનાં તોરણ અને રંગોળી કરાય છે. તેમજ મુખ્ય ચોકમાં મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવે છે. ત્યારે શ્રી અભિલાષા યુવક મંડળ દ્વારા તા. 16-8-2025 ને શનિવારના રોજ સવારે 8 કલાકે ભવ્યાતિત ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેનું પ્રસ્થાન અભિલાષા ચોકથી કરાવવામાં આવશે. આ શોભાયાત્રામાં ડી.જે. અને શણગારેલી બગીમાં યુવાનો નાચતા ગાતા અને રાસ રમતા આખા ગામમાં ફરીને નકલંક દાદાનાં દર્શન કરશે. જ્યાં નકલંક મંદિરનાં મહંત દામજી ભગત આશીર્વચન આપશે. ત્યાર બાદ ગામનાં સૌ બહેનો અર્વાચીન રાસ ગરબા રમશે. તો સમસ્ત બગથળા અને આજુબાજુનાં ગામનાં તમામ યુવાનો અને વડીલો તેમજ બહેનોને આ શોભાયાત્રામાં જોડાવવા અને શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનું શ્રી અભિલાષા યુવક મંડળ આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે ડી.જે.ના તાલે યુવાનો, બહેનો, વડીલો સૌને જોડાવવા માટે પ્રમુખ અને સૌ યુવાનો હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે પ્રસાદી અને શરબતની વ્યવસ્થા કરાઈ છે.