કચ્છ લોકસભા તથા કચ્છના સાંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા દ્વારા રાષ્ટ્રીય હાથવણાટ દિવસની ઉજવણી નિમિતે વણકરોનું વિશિષ્ટ સન્માન કાર્યક્રમ નું ભુજ કચ્છ મધ્યે આંબેડકર ભવન મધ્યે આયોજન કરવામાં આવેલ. હેન્ડલુમ ઉધોગ આઝાદી પહેલા થી ભારતમાં રોજગારી નો મુખ્ય ઉધોગ રહ્યો છે. તેમજ ભારતના અર્થતંત્ર માં તેનું મોટું યોગદાન છે. કચ્છ લોકસભા દ્વારા તારીખ ૦૭ ઓગસ્ટ ના “રાષ્ટ્રીય હાથ વણાટ દિવસ” ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ. અને આ પ્રસંગે કચ્છ લોકસભા વિસ્તારના હાથવણાટ ના વણકરોને આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદાન આપવા બદલ સન્માનીત કરવાનું આયોજન કરવામાં આવેલ હોઇ બહોળી સંખ્યામાં ઉપસ્થિત વણકરો નું બહુમાન કરવામાં આવેલ. જેમાં વણાટકામ, કાલા કોટન વિવિંગ, પ્લાસ્ટીક વિવિંગ,માં માહિર મહિલા કારીગરો, દિવ્યાંગ કારીગર નું સન્માન કરવામાં આવેલ, કાર્યક્રમ નું સંચાલન પ્રેમજી ભાઇ મંગેરીયા, અશોકભાઇ હાથી, કિશોરભાઇ મહેશ્વરી, રિતેનભાઇ ગોર, ઘનશ્યામ ઠક્કર, જયંતભાઇ ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી.
ઉપસ્થિત મહાનુભાવો સાંસદ વિનોદભાઇ ચાવડા, દેવજીભાઇ વરચંદ – જિલ્લા ભાજપ પ્રમુખ, જનકસિંહ જાડેજા – જિલ્લા પંચાયત પ્રમુખ, વિનોદ વરસાણી – ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, રશ્મિબેન સોલંકી – ભુજ નગરપાલિકા અધ્યક્ષા, સર્વ દિલિપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, દેવરાજભાઇ ગઢવી, પચાણભાઇ સંજોટ, વીજુબેન રબારી, જયંત માધાપરીયા, ભીમજી જોધાણી, મીત ઠક્કર, મહીદીપસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશભાઈ મહેશ્વરી, કમલ ગઢવી, અશોકભાઇ હાથી, બ્રિજેસ છેડા, મનીષાબેન સોલંકી, મોહનભાઇ ચાવડા, પ્રકાશભાઇ ડગરા, રવિ ગરવા, રિતેનભાઇ ગોર, ક્રિશ્નાબા જાડેજા, વિરમ આહીર, જયંત ઠક્કર, મયુરસિંહ જાડેજા, વ્યવસ્થામાં પ્રતિક શાહ, રમેશભાઇ દાફડા તથા કિશોર નટ હાજર રહ્યા હતા.


