મોરબી : મોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસે અલગ અલગ ત્રણ દરોડા પાડી લાભનગરમાં 3, વાવડી રોડ ઉપર ધરમનગરમાં 4 તેમજ કંડલા બાયપાસ ઉપર ફ્લેટમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લઈ કુલ 11 સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાભનગરમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ખોડાભાઈ ભરતભાઇ કગથરા, દિલીપભાઈ ખેંગારભાઈ પાટડીયા અને આરોપી રાજેશભાઇ ઉગાભાઈ સાલાણીને રોકડા રૂ.2280 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે વાવડી રોડ ઉપર ધરમનગરમાં દરોડો પાડી આરોપી ભરતભાઇ કરશનભાઇ પરમાર, કારૂભાઇ ખોડાભાઇ મોરી, નરેશભાઇ ધીરજલાલ નકુમ અને દેવજીભાઇ કાનજીભાઇ ચૌહાણને રોકડા રૂ.10,100 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી. ત્રીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે કંડલા બાયપાસ ઉપર આવેલ શ્રીજીપાર્કમા મહાદેવ હાઇટ્સમા બ્લોક નંબર 302મા જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી કુલદીપભાઇ ઉર્ફે લાલો કેશવજીભાઇ પટેલ, હિરેનભાઇ જગદીશભાઇ પટેલ, ક્રિષ્નાબેન રજનીકભાઇ પટેલ અને કોકિલાબેન ઉર્ફે કોમલબેન રાજેશભાઇ પટેલને રોકડા રૂપિયા 17,100 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.