મોરબી : મોરબી એસઓજી ટીમે શહેરની વીસી હાઈસ્કૂલ પાછળ કબ્રસ્તાન પાસેથી એક શખ્સને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો. મોરબી એસઓજી ટીમને મળેલી બાતમીને આધારે વીસી હાઈસ્કૂલ પાછળ કબ્રસ્તાન નજીક દરોડો પાડી આરોપી ઇરફાન ઉર્ફે લતીફ રહીમભાઇ સુમરા રહે.ફૂલછાબ સોસાયટી, વીસીપરા વાળાને દેશી બનાવટની રિવોલ્વર કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.