મોરબી : મોરબી શહેરમાં ભડિયાદ રેલવે ફાટકથી નજરબાગ રેલવે સ્ટેશન વચ્ચે ગત તા.10ના રોજ રાત્રીના સમયે રેલવેના પાટા ઉપર ચાલીને જઇ રહેલા સતીશભાઇ હરિભાઈ બાંભણવા ઉ.31 રહે. રામાપીર મંદિર પાસે, માળીયા વનાળિયા, મોરબી નામનો યુવાન ટ્રેન હડફેટે ચડી જતા માથાના ભાગે તેમજ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ મોરબી બાદ રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.