(મયુર રાવલ હળવદ)
કોંગ્રેસ ને અલવિદા કરી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો, કોંગ્રેસ ના દિગ્ગજ નેતા સહિતના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા
હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ ખેડૂત મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા, પ્રદેશ કિસાન પ્રમુખ રાજુભાઈ કરપડા, કાર્યકારી પ્રમુખ કૈલાસદાનગઢવી, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા, હળવદ તાલુકા પ્રમુખ, ચંદુભાઈ,ધાંગધ્રા વિધાનસભા સહ-પ્રભારી કમલેશભાઈ ડઢાણીયા, તેમજ મોરબી જિલ્લા ટીમ અને હળવદ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિ રહ્યા હતા,
મહાસભામાં એક ઐતિહાસિક ફેરફાર જોવા મળ્યો — વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા દિગ્ગજ નેતા હળવદ તાલુકા કોંગ્રેસ ના પુવૅ પ્રમુખ ડૉ. કે.એમ. રાણા, મોરબી જિલ્લા કોંગ્રેસના કે.ડી. બાવરવા, અન્ય કોંગ્રેસના અનેક અગ્રણીઓએ કાર્યકરો પોતાની જૂની પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીનો ખેશ ધારણ કર્યો હતો,
હળવદ તાલુકામાં રાજકીય ઊર્જાને નવી દિશા આપતા સ્થિર અને શુશાસન આધારિત રાજકારણની ચળવળ સશક્ત બનાવવાનો સંકેત આપ્યો હોય તેવું રાજકીય તજજ્ઞોમાં ચર્ચાય રહ્યું છે.
ગુજરાતની જનતા હવે ભાજપની ખેડૂતો વિરોધી નીતિઓ અને કોંગ્રેસની નિષ્ક્રિયતા સામે મજબૂત વિકલ્પ તરફ વળી રહી છે. આમ આદમી પાર્ટી એ સાફ રાજકારણ, જનકલ્યાણ અને ખેડૂતોના હક્ક માટે લડવા મેદાનમાં ઊતરી છે. ખેડુત મહાસભામાં પંથકના ખેડૂતોના પાણી, વીજળી, પાકના વળતર અને બજારની યોગ્ય કિંમત જેવા ગંભીર પ્રશ્નો પર ચર્ચા વિચારણા થઈ હતી. ખેડૂતો સાથે થતા અન્યાય સામે રાજ્યવ્યાપી લડત લડવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી. મોટી સંખ્યામાં પંથકમાંથી ખેડૂતો ઉમટી પડ્યા હતા, ખેશ ધારણ કરેલા નેતાઓને આવકારવામાં આવ્યા હતા.હાલતો તો હળવદ પંથકમાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે.



