મોરબી: દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જગતગુરૂ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ ઉત્સવ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં આગામી તારીખ 16 ઓગસ્ટને શનિવારના રોજ સવારે 8 થી 12 કલાકે હનુમાનજીના મંદિરથી શોભાયાત્રાનું પ્રયાણ થશે. રાત્રે 12 કલાકે જન્મ ઉત્સવ ઉજવાશે. બપોરે 12:15 કલાકે હરસિધ્ધિ હનુમાનજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ભક્તજનોએ પોતાની આરતી માટે ખાલી થાળી તૈયાર લાવવાની રહેશે. આરતી માટે જરૂરી સમાન જેવા કે કોડીયું, દિવેલ, વાટ વગેરે આયોજકો દ્વારા આપવામાં આવશે. તેમ રાજનગર યુવા ગ્રુપની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
