(મયુર રાવલ ,હળવદ)
ભારત માતાના જયઘોષથી હળવદ શહેરના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા.
હળવદ શહેરના રાજમાર્ગો પર વિશાળ તિરંગા યાત્રા યોજાઈ, વહીવટ તંત્રનું સુંદર આયોજન…
15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની” ઉજવણીના ભાગરૂપે૧૨ઓગસ્ટ ના રોજ હળવદ શહેરના રાજમાર્ગો પર વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી. વહીવટ તંત્ર તથા નગરપાલિકાના સંયુક્ત આયોજન થી યોજાયેલ આ તિરંગા યાત્રા નો શુભારંભ લક્ષમી નારાયણ ચોકથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી ત્રિરંગા યાત્રા નિકળી હતી. સ્કુલના વિદ્યાર્થી ભાઈ – બહેનો, નગરજનો તથા પદાધિકારીઓ, અધિકારીઓની વિશાળ સંખ્યામાં તિરંગા યાત્રા હળવદ લક્ષ્મી નારાયણ ચોક થી મેઈન બજાર, થઈને બસ સ્ટેશન રોડ ટીકર નાકે ડો બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી,આ તિરંગા યાત્રામાં હળવદ નગરપાલિકાના પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ, માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન રજનીભાઈ સંધાણી,પુવૅ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી,પુવૅ શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ દાદાભાઈ ડાંગર, હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, વેપારી મહામંડળ ના પ્રમુખ વિનુભાઇ પટેલ,એ.એસ, ભટ્ટ,મામલતદાર, તુષાર ઝાલોરીયા ચીફ ઓફિસર,આર ટી, વ્યાસ,પી.આઈ, ડી.વી.કાનાણી, પીઆઈ,તાલુકા વિકાસ અધિારી તેમજ નગરપાલિકા,તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, સંગઠનના હોદેદારો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ તેમજ અધિકારીગણ અને વિદ્યાર્થીગણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



