Sunday, April 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વિવિધ કચેરીઓમાં વિકાસ સપ્તાહ નિમિતે શપથ ગ્રહણ કરાયા

મોરબીમાં વિવિધ કચેરીઓમાં વિકાસ સપ્તાહ નિમિતે શપથ ગ્રહણ કરાયા

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મોરબી જિલ્લાના અધિકારીશ્રીઓ- કર્મચારીશ્રીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.

      વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે હળવદ નગરપાલિકા, મોરબી શહેર મામલતદારશ્રીની કચેરી અને મોરબી ગ્રામ્ય મામલતદારશ્રીની કચેરી ખાતે અધિકારીશ્રીઓએ અને કર્મચારીશ્રીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી.   

       ઉલ્લેખનીય છે કે, વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ આ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાગરિકો પ્રતિજ્ઞા લીધાનું aસર્ટિફિકેટ નિઃશુલ્ક રીતે મેળવી શકશે.
RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments