Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવઘાસિયા ટોલનાકે પોલીસની સાથે બાળકોએ કાલી ઘેલી ભાષામાં ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપ્યું

વઘાસિયા ટોલનાકે પોલીસની સાથે બાળકોએ કાલી ઘેલી ભાષામાં ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપ્યું

વિદ્યાર્થીઓએ ગુલાબ આપીને વાહનચાલકોને નિયમોનું પાલન કરવા જણાવ્યું

વાંકાનેર : આજ રોજ વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે વાંકાનેર પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા નવા વઘાસિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને ટ્રાફિક અવેરનેસ બાબતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં વઘાસિયા ટોલ પ્લાઝા ખાતેથી પસાર થઈ રહેલા વાહનચાલકોને વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ક૨વા નમ્ર અપીલ કરવામાં આવી હતી.જે વાહનચાલકોએ સીટ બેલ્ટ ન બાંધ્યો હોય અને હેલ્મેટ ન પહેર્યું હોય તેઓને વિદ્યાર્થીઓએ ગુલાબ આપીને આવતીકાલથી નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. આ તકે પોલીસે નવા વઘાસિયા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

સાથે જ પોલીસે વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું શા માટે જરૂરી છે તેની માહિતી આપી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને મોબાઈલથી દુર રહેવા જણાવ્યું હતું અને શારીરિક રમતો રમવી જોઈએ તેમ કહ્યું હતું. મોબાઈલમાં ઓનલાઈન ગેમ્સથી થતું નુકસાન અને સાયબર ફ્રોડની ઘટનાઓથી બચવા શું કરવું જોઈએ તેની પણ માહિતી આપી હતી. આ ઉપરાંત ગુડ ટચ બેડ ટચ અંગે પણ વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી હતી.

ભારત સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ નવા કાયદા અંગે પણ વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments