મોટીબરાર પ્રાથમિક શાળાના 7 વિદ્યાર્થીઓ NMMS પરીક્ષામાં પાસ
માળિયા : રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના કુલ 10 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાંથી 7 વિદ્યાર્થી ચાવડા પ્રતિક, ડાંગર ઉમંગ, જાડેજા હરસિધ્ધિબા, ભરવાડ રાજ, બોચિયા અભય, ડાંગર જેનીશા, બોચિયા રિધ્ધીએ આ પાસ કરી છે. આ તકે શાળાના આચાર્ય અનિલભાઈ બદ્રકિયા અને શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.









