વાંકાનેર : વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આજે તા. 11-5-2025 ને રવિવારના રોજ સાંજે 5 કલાકે સમસ્ત હિન્દુ સેવા ગૃપ દ્વારા સર્વેજ્ઞાતિ દીકરીનું પાનેતર ચોથા શાહી સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમૂહલગ્નનું આયોજન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભારત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ગુજરાત સરકાર ગુજરાત કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું છે. જેમાં આજે તા. 11-5-2025ના રોજ સાંજે 4 કલાકે ગણેશ સ્થાપના, સાંજે 5 કલાકે જાન આગમન, સાંજે 5:30 કલાકે સામૈયા, સાંજે 6 કલાકે કલાકારોનું આગમન, 6:30 કલાકે ગણેશ મહાઆરતી, સાંજે 7 કલાકે મહાપ્રસાદ, સાંજે 8 કલાકે મહેમાનોનું આગમન, રાત્રે 9 કલાકે હસ્તમેળાપ, રાત્રે 10 કલાકે મહંતોના આશીર્વચન, રાત્રે 11 કલાકે જાન વિદાય કરવામાં આવશે. આ સમૂહલગ્ન અવસરે સોનલબેન ઠાકોર અને મ્યુઝિક ટીમ તથા આરતીબેન ઠાકોર દ્વારા લગ્નગીતોની રમઝટ બોલાવવામાં આવશે.











