મોરબી : મોરબીના મયુર પુલ પરથી પગપાળા જઈ રહેલા એક મહિલાને અચાનક ચકકર આવી જતા તેઓ પડી ગયા બાદ ત્યાંથી પસાર થઈ રહેલા મોરબી ટ્રાફિક પોલીસના જવાને મહિલાને મદદ પૂરી પાડીને પોલીસ પ્રજાની હમદર્દ હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આજે પોલીસ ઇન્સ્પેક્ટર ટ્રાફિકના સૂચના અને માર્ગદર્શન મુજબ ટ્રાફિક પોલીસના જવાન ફરજ પર જતા હતા તે દરમિયાન એક બહેન એકલા મયુર પુલ પર આડા પડેલા જણાતા તેમની પાસે જઈ પૂછતા તેઓને ચક્કર આવે છે એવું કહ્યું હતું. આ મહિલા વાંકાનેરથી ચાલીને ધક્કાવાળી મેલડીમાના મંદિરે જઈ રહ્યાં હતાં. તેમનું નામ પૂછતા શોભનાબેન પરમાર હોવાનું જણાવ્યું હતું અને તેમના સગા સંબંધી બાબતે પૂછતા જણાવેલ કે તેમના જમાઈ પાછળ આવે છે. જેથી તેમના મોબાઇલમાંથી તેમનો સંપર્ક કરી તેમનાં સાસુને ચક્કર આવતા પડી ગયાં હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ નજીકમાં હોઈ તેઓ આવી ગયા હતા. આ મોરબી ટ્રાફિક પોલીસે મહિલાની મદદ કરી હતી.









