મોરબી ડેઈલી: દિલ્હી ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા રવાના થયેલા મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સૂરીની મોરબીની બહાર નીકળે તે પહેલાં જ પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ દિલ્હી જવા માટે રવાના થયા હતા. જોકે, તેઓ મોરબી શહેરની સીમ વટાવે તે પહેલાં જ એલર્ટ બનેલી મોરબી પોલીસે મહેન્દ્રનગર ચોકડી ખાતેથી તેમની અટકાયત કરી લીધી હતી. દિલ્હી ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા સમગ્ર દેશમાં દિલ્હી તરફ જતા કાર્યકરો અને નેતાઓને રોકવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દિલ્હીમાં મેટ્રો સ્ટેશનો બંધ રાખવા અને સરહદો પર ચુસ્ત નાકાબંધી સહિતના પગલાં લેવાયા છે, જેના અનુસંધાને સ્થાનિક સ્તરે મોરબી પોલીસે પણ યુથ કોંગ્રેસના આગેવાન સામે આ અટકાયતી પગલાં લીધા છે.











