સમગ્ર દેશમાં આજ રોજ તા. 26 નવેમ્બરના રોજ ‘સંવિધાન દિવસ’ ની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ સંવિધાન દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અને જ્ઞાતિજનોએ એકત્રિત થઈને ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને ભાવપૂર્ણ વંદના કરી હતી. ત્યારબાદ ઉપસ્થિત સૌએ ભારતીય સંવિધાનના આમુખનું વાંચન કર્યું હતું અને બંધારણીય મૂલ્યો, સમાનતા તથા નાગરિક ફરજો પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરી હતી









