Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા પંચાયત ચેરમેન અજય લોરિયા દ્વારા કૃષ્ણનગર-ગુંગણ ગામને રૂ.5 લાખની ગ્રાન્ટ...

મોરબી જિલ્લા પંચાયત ચેરમેન અજય લોરિયા દ્વારા કૃષ્ણનગર-ગુંગણ ગામને રૂ.5 લાખની ગ્રાન્ટ ફાળવી

મોરબી જીલ્લા પંચાયતની ટર્મ પુર્ણ થવાના આરે છે. ત્યારે મોરબી જિલ્લા પંચાયતના ઉત્પાદન અને સિંચાઈ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા મોરબીના વિવિધ ગામોનો પ્રવાસ ખેડી વિકાસલક્ષી કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી રહી છે.

ત્યારે આજે મોરબીના કૃષ્ણનગર અને ગુંગણ ગામની અજયભાઈ લોરિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમજ ગામોના ક્ષત્રિય અને આહિર સમાજના વડીલો અને આગેવાનો સાથે વાર્તાલાપ કરી આશિર્વાદ મેળવ્યા હતા. તેમજ જડેશ્વર મહાદેવ મંદિર આરતીનો લાભ લીધો હતો. તેમજ કૃષ્ણનગર ગામે પેવર બ્લોકના કામ માટે રૂ.3 લાખ તથા ગુંગણ ગામે અબોલ પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે રૂ.2 લાખની ગ્રાન્ટ અજયભાઈ લોરિયા દ્વારા ફાળવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કૃષ્ણનગર અને ગુંગણને જોડતા 500 મીટરના રોડની સમસ્યાનું અજયભાઈ લોરિયા દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું હતું. જેથી બન્ને ગામના લોકોએ તેમનો આભાર વ્યક્ત કરીને સ્વાગત કર્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments