મોરબી : મોરબી તાલુકાના મકનસર તથા બંધુનગર ગામ પાસે આવેલ 8A નેશનલ હાઇવેના સર્વિસ રોડ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યાને લઈ મોરબી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તથા નેશનલ હાઇવે ઓથોરિટી સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા સાહેબની આગેવાની હેઠળ ગામના આગેવાનો તથા સરપંચશ્રીઓએ હાજરી આપી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની રજૂઆત કરી હતી.
બેઠક દરમિયાન મકનસર ગામના સરપંચ શ્રી અવચરભાઈ દેગામ, બંધુનગર ગામના સરપંચ શ્રી શેલેશભાઈ દલસાનીયા, તથા શ્રી રમેશભાઈ ભાળજા, શ્રી નૈમિશભાઈ પ્રજાપતિ, શ્રી ત્રિગુણ પટેલ અને શ્રી ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરએ રજૂઆતને ગંભીરતાથી લઈ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા આ સમસ્યાનું પરમનેન્ટ સોલ્યુશન લાવવા જરૂરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી.













