Friday, September 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં 3 દીકરીઓએ પુત્રની ફરજ નિભાવી: પિતાની નનામીને કાંધ આપી અંતિમ વિધિ...

મોરબીમાં 3 દીકરીઓએ પુત્રની ફરજ નિભાવી: પિતાની નનામીને કાંધ આપી અંતિમ વિધિ કરી

મોરબી ડેઈલી : મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પૂજાબેન પંડ્યાના પિતાનું અવસાન થતા, ભાઈની ગેરહાજરીમાં 3 બહેનોએ પિતાને અંતિમ વિદાય આપી સમાજને એક નવી રાહ ચિંધી છે. પિતાની છત્રછાયા ગુમાવનાર આ 3 દીકરીઓએ સમાજની જૂની માન્યતાઓને તોડીને પુત્રની ગરજ સારી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી જિલ્લા પંચાયતના કર્મચારી પૂજાબેન પંડ્યાના પિતા નવીનચંદ્ર લાભશંકર પંડ્યાનું અવસાન થયું હતું. નવીનચંદ્ર પંડ્યાને સંતાનમાં કોઈ પુત્ર ન હતો. સામાન્ય રીતે સમાજમાં પિતાની અંતિમ વિધિ અને મુખાગ્નિ આપવાની પરંપરા પુત્ર દ્વારા નિભાવવામાં આવતી હોય છે. પરંતુ પૂજાબેન પંડ્યા તથા તેમની બહેનો ધારાબેન અને નેહાબેન એમ ત્રણેય બહેનોએ હિંમતભેર પુત્રની ફરજ નિભાવી હતી.

ભારે હૈયે અને અશ્રુભીની આંખે આ 3 બહેનોએ પોતાના પિતાની નનામીને કાંધ આપી હતી અને સ્મશાનમાં જઈને તમામ અંતિમ વિધિઓ પૂરી કરી પિતાને મુખાગ્નિ આપી હતી. દીકરીઓએ પુત્ર સમાન જ તમામ ફરજો પૂર્ણ કરીને પિતૃપ્રેમનું એક ઉત્તમ અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments