Friday, April 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જીલ્લામાં નેશનલ હાઇવેની ખરાબ દશા અંગે કેન્દ્રીય મંત્રી સાથે વિગતવાર ચર્ચા...

મોરબી જીલ્લામાં નેશનલ હાઇવેની ખરાબ દશા અંગે કેન્દ્રીય મંત્રી સાથે વિગતવાર ચર્ચા કરતા સાંસદો

કેન્દ્રીય મંત્રીએ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી

મોરબી : મોરબી જીલ્લામાં નેશનલ હાઈવેની દુર્દશા મામલે અગાઉ સિરામિક એસોસિએશને કેન્દ્રીય મંત્રીને રજુઆત કરી હતી. ત્યારબાદ સાંસદોએ પણ હવે કેન્દ્રીય મંત્રીને રૂબરૂ મુલાકાત વેળાએ આ અંગે રજુઆત કરી છે.

દિલ્હી ખાતે મોરબી જિલ્લાના નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો માટે રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા,પૂર્વ કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા સાંસદ પરસોતમભાઈ રૂપાલા, કચ્છ લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા સહિત સાંસદો દ્વારા માર્ગ અને મકાન વિભાગના કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકડીને મળી મોરબી જિલ્લાના તમામ નેશનલ હાઈવેને લગતા પ્રશ્નો અંગે અગત્યની ચર્ચા કરી હતી. નીતિન ગડકડી દ્વારા સકારાત્મક જવાબ આપી આવનાર સમયમાં મોરબી જિલ્લાના લાગુ પડતા નેશનલ હાઇવેના પ્રશ્નનોના નિરાકરણ વહેલી તકે આપવા જણાવાયુ હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments