Sunday, June 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત

હળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબી જવાથી બે પિતરાઈ ભાઈઓના કરુણ મોત

મામા-ફઇના બે ભાઈઓમાંથી એકનો પગ લપસતા બીજો ભાઈ તેને બચાવવા જતા બન્ને ડૂબી ગયા

હળવદ : હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામની સીમમાં ખેત મજૂરી કરતા મામા-ફઈના બે ભાઈઓ ગઈકાલે રવિવારે બપોરે ગામની સીમમાંથી જ પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં પાણી પીવા જતા એકનો પગ લપસતા બીજો તેને બચાવવા જતા બંને કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેથી તેઓની શોધખોળ ચાલી રહી હતી તેવામાં એક 16 વર્ષના સગીરનો મૃતદેહ મોડી સાંજે મળી આવ્યો હતો. જ્યારે યુવાનનો મૃતદેહ આજે બીજા દિવસે મળી આવ્યો છે.

હળવદના ચંદ્રગઢ ગામે કાંતિલાલ મીઠાભાઇ દલવાડીની વાડીએ કામ કરતા અશ્વિનભાઈ સંજયભાઈ રાઠવા ઉંમર વર્ષ 23 અને હિતેશભાઈ ભાવેશભાઈ રાઠવા ઉંમર વર્ષ 16 રહે મૂળ કમલાવાસણ, તા.નસવાડી,જી. છોટાઉદેપુર હાલ રહે ચંદ્રગઢ ગામની સીમમાં કાંતિલાલની વાડીએ જેઓ ગઈકાલે રવિવારે બપોરે બાઈક લઇ ગામની સીમમાંથી જ પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી પસાર થઈ રહ્યા હતા. તેવામાં પાણી પીવા જતા પગ લપસતા સગીર પડી ગયો હતો.જેથી તેને બચાવવા જતા યુવાન પણ પડતા બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવને પગલે હળવદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી કેનાલમાં શોધ કોણ હાથ ધરી હતી. જેથી રવિવારે સાંજે હિતેશભાઈ રાઠવાનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે આજે બીજા દિવસે અશ્વિનભાઈ રાઠવાનો પણ મૃતદેહ મળી આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments